સાવરકુંડલામાં ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે મહિલા ઉત્થાન મંડળ દ્વારા પ્રેરણાદાયી સેવા કાર્ય સંપન્ન થયું. રિદ્ધિસિદ્ધિનાથ મહાદેવ મંદિર ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેશુડાના ફૂલોના અર્ક અને સાકરથી બનેલા ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૈશાખ માસના કાળઝાળ તાપમાં પસાર થતા અનેક રાહદારીઓએ આ શરબતનો લાભ લઈ ગરમીમાં રાહત અને તૃપ્તિનો અનુભવ કર્યો હતો. સ્થાનિક લોકોએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. મંડળની બહેનોએ ભારે જહેમત ઉઠાવીને આ સેવા યજ્ઞને સફળ બનાવ્યો હતો.








































