એક લાખથી વધુ વસ્તી ધરાવતું સાવરકુંડલા શહેર CNG પંપની સુવિધાથી વંચિત છે, જેના કારણે CNG વાહનધારકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પોતાના વાહનોમાં CNG ગેસ ભરાવવા માટે તેમને ફરજિયાતપણે ૨૫ થી ૩૦ કિલોમીટર દૂર અમરેલી કે શેલણા જવું પડે છે. શહેરમાં અનેક CNG વાહનો હોવા છતાં, પંપની અસુવિધાને કારણે સમય અને ઇંધણનો બગાડ થાય છે. જો સાવરકુંડલા શહેરમાં જ CNG પંપની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તો વાહનચાલકોને આ વધારાનો ધક્કો ખાવો ન પડે, જેનાથી ઇંધણની બચત થાય અને વિદેશી હૂંડિયામણ પણ બચે. CNG વાહનચાલકો તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.