બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ૩૧મા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા. તમામ દીકરીઓને ઘર માટે ઉપયોગી ૫૦થી વધારે વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્ત અને શિક્ષિત બને, સર્વ સમાજ એક થઈ સમાજના ઉત્થાન માટે પ્રયાસો કરે તેમ બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંઢેલા, ઉપપ્રમુખ રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું. આ ઉત્સવમાં પ્રથમ દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વર, મસ્તરામ બાપુ તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને અન્ય સંતો, રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો, સંતો, રાજકીય આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં તમામ ભોજનની વ્યવસ્થા દાતા શ્રી મસાપીર નાના ઝીંઝુડા દ્વારા કરવામાં આવી હતી. ૫૪૦ સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમને ખુબ મહેનતથી સફળ બનાવ્યો હતો.