બાળ મજૂરોને કામ પર રાખવા ગુનો હોવાનું જાણવા છતાં કેટલાક લોકો ઓછા પૈસા આપવા પડે તે માટે બાળ શ્રમિકો રાખતાં હોય છે. જેના કારણે તેમની સામે ક્યારેક કાર્યવાહી પણ કરવામાં આવે છે. આવી જ એક ઘટના સાવરકુંડલામાં સામે આવી હતી. જેમાં સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલી નાઝ હોટલમાંથી બાળ શ્રમિકોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહ અમરેલી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
તંત્રની આ કાર્યવાહીના પગલે હોટલ કે ચાની લારી કિટલી પર બાળ શ્રમિકો રાખતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર જે.એલ.ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.