સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ આગેવાનોએ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા કથિત અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને અન્ય હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા, તમામ હિંસાત્મક ઘટનાઓની દ્ગૈંછ દ્વારા તપાસ કરાવવા અને દોષિતોને કડક સજા આપવા માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, દરેક સનાતની હિન્દુઓને સુરક્ષા પૂરી પાડવા અને પલાયન થયેલા પરિવારોને સલામત વાતાવરણમાં પરત લાવવા તેમજ બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને તાત્કાલિક દેશ બહાર કાઢવાની કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી હતી.










































