સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ભારતનાં પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત સહિત જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે પ્રણવ વસાણી, મહેશભાઈ મશરૂ, મધુસૂદનભાઈ, ધર્મેશભાઇ સિધ્ધપુરા, ઘનશ્યામભાઈ મશરૂ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.