સાવરકુંડલા લુહાર જ્ઞાતિ સમાજ વાડી ખાતે ભગવાન લક્ષ્મીનારાયણજી મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના હિંડોળા દર્શન યોજાયા હતા. આ તકે દરરોજ હિંડોળાને શણગારોથી શણગારવામાં આવે છે. શહેર તેમજ આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો હિંડોળાના દર્શનનો લાભ લઈ રહ્યાં છે.