સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર ફૂટપાથ બનાવવા તથા બાળકો માટે ક્રિડાંગણની સુવિધા ઉપલબ્ધ કરાવવા શહેરના વોર્ડ નં. પ ના નગરસેવક તથા રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. હાથસણી રોડ પર વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. બીજી તરફ લોકો આ રોડ પર વોકિંગ માટે નીકળતા હોય, જેથી અકસ્માતનો ભય રહે છે. જેથી ફૂટપાથ બનાવવામાં આવે અને બાળકો માટે ક્રિડાંગણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી બાળકો મેદાની રમત તરફ વળે, તેવી રજૂઆત આ પત્રમાં કરવામાં આવી હતી.