શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજ, સાવરકુંડલામાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક પરીક્ષા
જાગૃતિ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કેરિયર કાઉન્સેલિંગ અને ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાયેલી આ ઓનલાઈન પરીક્ષામાં ૧૦૦ બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કોલેજની વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં આ પરીક્ષામાં ભાગ લીધો હતો.
પરીક્ષાના કો-ઓર્ડીનેટર તરીકે પ્રા.છાયાબેન શાહે સેવા આપી હતી, જ્યારે કોલેજના કોમ્પ્યુટર ઓપરેટર જીજ્ઞાબેન બગડાએ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોલેજના આચાર્ય ડી.એલ. ચાવડાએ વિદ્યાર્થિનીઓને આ ક્વિઝમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પરીક્ષાને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થિનીઓનો સહયોગ મળ્યો હતો.