સાવરકુંડલામાં સોનિક ફાઉન્ડેશન છેલ્લા ૧૧ વર્ષોથી ઉનાળામાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરી રહ્યું છે. દરરોજ સવારે દેવળા ગેટ પર આશરે ૪૦૦ પરિવારો છાશ કેન્દ્રનો લાભ લે છે. સંસ્થાની કામગીરીની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગની અસરોને ઘટાડવા માટે વૃક્ષારોપણ પણ કરે છે, જેમાં પિંજરા સાથે ૫૦૦ વૃક્ષોનું વાવેતર અને જતન સામેલ છે. વધુમાં, ૧૦૦૦
વૃક્ષોનું પાંજરા સાથે મફત વિતરણ પણ કરવામાં આવ્યું છે. મકરસંક્રાંતિ પર બાળકોને મીઠાઈનું વિતરણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સોનિક ફાઉન્ડેશને સાવરકુંડલામાં રાહત દરે હાર્ટ હોસ્પિટલ બનાવવાનો ધ્યેય વ્યકત કર્યો હતો.








































