સાવરકુંડલામાં રહેતા એક પુરુષના ઘરમાં અજાણ્યા ઇસમો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ ૩,૧૪,૫૩૮ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કિરીટભાઈ ખોડાજીભાઈ મકવાણા (ઉ.વ.૪૫)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ઘરે કોઇ અજાણ્યો ચોર ઇસમ તેમના ઘરના તાળા તોડી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ઘરમાં રાખેલા અલગ-અલગ સોના-ચાંદીના દાગીના કુલ રૂ.૨,૯૯,૫૩૮ તથા સાહેદ કલ્પેશભાઇ ચંન્દ્રકાંતભાઇ જાનીનું મોટર સાયકલ કિંમત રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂ.૩,૧૪,૫૩૮ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. ઉપરાંત સાહેદ પ્રતિકભાઇ સુરેશભાઇ પંડ્‌યાના રહેણાંક મકાને ચોરીનો પ્રયાસ કરી નાસી ગયો હતો.