સાવરકુંડલા નગરપાલિકામાં ફરજ બજાવતા સેનિટેશન સુપરવાઇઝર તેમની કાયદેસરની ફરજ દરમિયાન ગટર સફાઈની નોકરીની વહેંચણી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેમની ઓફિસમાં ઘૂસીને તેમને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને સરકારી કામમાં રૂકાવટ ઊભી કરી હતી. આ અંગે હિમાંશુભાઇ બળવંતરાય ભટ્ટ (ઉ.વ.૪૯)એ હિમાંશુ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ સાવરકુંડલા નગરપાલિકામાં સેનિટેશન સુપરવાઇઝર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને ગટર સફાઈના કામની વહેંચણી કરી રહ્યા હતા. તે દરમિયાન એક આરોપી તેમની ઓફિસમાં આવ્યો હતો અને તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ કૃત્ય દ્વારા આરોપીએ રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરીને અડચણરૂપ ગુનો કર્યો હતો.