સાવરકુંડલા, તા.૨
સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાને સાસુ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ એસિડ પીતાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે કિશોરભાઈ નાથાભાઈ ગોહીલ (ઉ.વ.૫૪)એ જાહેર કર્યા મુજબ, પ્રિયાબેન યશભાઈ ટાંક (ઉ.વ.૨૧)ને તેના સાસુ સાથે કોઈ વાતને લઈ અણબનાવ થયો હતો. જેને લઈ મનમાં લાગી આવતાં એસિડ પી લેતાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું. સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.