સાવરકુંડલામાં કરિયાવર મુદ્દે એક પરિણીતાને તેના સાસુ મેણા ટોણા મારતા હતા અને પતિએ ગાળો આપી ત્રાસ આપ્યો હતો. સાસરિયાના સિતમ સામે ધીરજ ખૂટી જતાં પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તનવીરબેન પઠાણ (ઉ.વ.૨૮)એ પતિ મોસિનખાન હામિદખાન પઠાણ, સાસુ હમીદખાન પઠાણ તથા જેતપુરમાં રહેતી નણંદ હિનાબેન યુસુફભાઈ પઠાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેનો પતિ અવારનવાર રસોઈ બાબતે તેમજ શંકા વહેમ રાખી ઝઘડો કરતો હતો. જ્યારે સાસુ કરિયાવર સાવ હલકો લાવી છે તેમ કહી ઝઘડો કરતા હતા. નણંદ પતિ તથા સાસુને ચઢામણી કરતા હતા જેના કારણે ઘરમાં ઝઘડો થતો હતો. પતિએ ગાળો આપી માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઈ યાસીનભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.