સાવરકુંડલામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક પતિએ તેની પત્નીને ઘરના વધારાના લેમ્પ અને પંખાની સ્વીચ બંધ કરવાનું કહેતાં સારું નહોતું લાગ્યું અને ઝઘડો કરી, ગાળો આપી હતી. ઉપરાંત તેના ભાઈ અને પિતાને બોલાવ્યા હતા. બંનેએ આવીને તેને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નીલેષભાઈ અમુભાઈ ધકાણ (ઉ.વ.૪૦)એ સાળા કેયુરભાઈ શાંતિભાઈ ધોરડા, સસરા શાંતિભાઈ ધોરડા તથા પત્ની ગીતાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, તેમણે રાત્રીના સમયે પત્નીને ઘરના વધારાના લેમ્પ અને પંખાની સ્વીચ બંધ કરવા કહ્યું હતું. જેથી તેમને સારું નહોતું લાગ્યું અને તેમની સાથે ઝઘડો કરી ગાળો બોલી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.








































