આજના મોંઘવારીના સમયમાં સમૂહલગ્ન શ્રેષ્ઠ છે. સમાજમાં એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવા સમૂહલગ્નનું ચલણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સાવરકુંડલામાં સમૂહલગ્નના આયોજનને લઈ પત્રકારને ઢીકાપાટુ મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સાવરકુંડલામાં રહેતા અને પત્રકાર તરીકે કામ કરતાં અશરફભાઈ ઉર્ફે ચિગારી રફીકભાઈ કુરેશી (ઉ.વ.૩૯)એ ઢસા જંકશન ખાતે રહેતા મોહબતભાઈ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ અશરફભાઈએ સમૂહ લગ્નનું આયોજન કર્યુ હતું અને નાની નાની ચીજ વસ્તુઓ રોકડા રૂપિયાથી લાવવાની હોય અને કન્યાના ખાતામાં રકમ જમા કરાવવાની હતી. આરોપીએ રકમ માંગતા તેમણે આપવાની ના પાડતાં સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા. ઉપરાંત માથામાં લાકડાના ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ માધવજીભાઈ લક્ષ્મણભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.