મુંગા અબોલ જીવો માટે છેલ્લા ૧૪ વર્ષથી નિષ્કામ ભાવે સેવા કરતી સમર્પણ ગૌસેવા સમિતિ (આઇ.સી.યુ. સેન્ટર) સાવરકુંડલા દ્વારા આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દાતાઓના સ્વૈચ્છિક આર્થિક સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ગૌમાતા માટે પાણીની અવેડીનું વિનામૂલ્યે વિતરણ ૨૮/૦૪/૨૦૨૪ ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમા વાંકિયા આશ્રમના સંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ હરીહરાનંદ ભારતી મહારાજ, નાના જીજુંડા મોમાઇ માતાજી મઢના સંત મસાપીરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં જીવદયા પ્રેમી ભાઇઓ તથા બહેનો હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં ગાયો માટે ૨૮ પાણીની અવેડી તથા પક્ષીઓ માટે ૩૩૨ પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.