સાવરકુંડલામાં ગણપતિ વિસર્જનના અવસરે સદભાવના ગ્રુપ દ્વારા પૂજ્ય ઉષામૈયાના આશીર્વાદ સાથે ૧૦ હજાર દીવડાઓની મહાઆરતી યોજવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા શ્લોક અને જાપ દ્વારા સંતોના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. ગણપતિદાદાને વિદાય આપવામાં વિસર્જનના છેલ્લા દિવસે ગણેશ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસનો અવસર હોવાથી બ્રાહ્મણો દ્વારા વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે વેદ ઘોષનું ઉચ્ચારણ કરીને ગણપતિ વિસર્જનમાં સદભાવના ગ્રુપ દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. રાત્રિના નાસિક ઢોલ સાથે ગણપતિ વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી.