સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા સદભાવના ગૃપ દ્વારા સ્વ. હિંમતલાલ બાબુભાઈ હરસોરા પરિવારના સૌજન્યથી શહેરના લોકો પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલછોડ વાવી અને ઉછેરી શકે તેવા શુભ હેતુથી ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડલાના શીર્ષક હેઠળ રિદ્ધિ સિદ્ધિ ચોકચોક ખાતે વિનામૂલ્યે ૧૦૦૦ રોપાનો વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય ઉષામૈયા શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) ના આશીર્વાદથી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની હાજરીમાં કાર્યક્રમમાં સદભાવના ગ્રુપ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ગુલાબ, ટગર, જામફળી, ટાગોરો, લાલ કોટન, ગ્રીન કોટન, લાડન, વગેરે ૧૦૦૦ જેટલા રોકાવાનું સામાજિક વનીકરણ રેન્જ સાવરકુંડલાના સહકારથી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. રોપા વિતરણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.