સાવરકુંડલા શહેરમાં શ્વાનના ત્રાસથી લોકો પોતાના બાળકોને બહાર રમવા જવા દેતા ડરે છે. દરમિયાન આજે શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના હર્ષદભાઇ જાષી નામના વૃદ્ધને શ્વાન કરડતા તેમણે સારવાર કરાવ્યા બાદ પાલિકાના ચીફ ઓફિસરને ગ્રાહક સુરક્ષા મંડળ-સાવરકુંડલા દ્વારા કાનૂની નોટિસ ફટકારી છે.
હર્ષદભાઇ જાષીએ પોતાને શ્વાન કરડતા થયેલ માનસિક અને શારીરિક યાતના તથા ખર્ચની રકમ પાલિકા પાસેથી વસુલ મેળવવા આ નોટિસ પાઠવી માંગ કરી છે. એક જાગૃત નાગરિક તરીકેની તેમની આ અનોખી પહેલથી રસ્તે રખડતા ઢોર અને શ્વાનોથી ત્રસ્ત લોકોને પણ આ પ્રકારની કાર્યવાહી કરવા આગળ આવવાની પ્રેરણા મળી છે.