શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પ્રભાત ફેરી, મંગળા દર્શન, દુગ્ધાભિષેક, તીલક આરતી અને પાલનામાં ઝુલાવવાના કાર્યક્રમ યોજાયા હતા. નંદમહોત્સવમાં કિર્તનકારોએ સુંદર કીર્તન ગાયા હતા. મહાપ્રભુજીના ચિત્રજીને તીલક, માલાજી અને કેસર સ્નાન કરાવાયું હતું, જેનો લાભ વૈષ્ણવોએ લીધો હતો. પાઠશાળાના બાળકોએ શ્રી નાથજી પ્રથમ મિલન નાટક ભજવ્યું અને હજારો વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો હતો. કમિટી અને વૈષ્ણવોએ ઉત્સાહભેર ઉજવણીમાં સહકાર આપ્યો હતો.