શ્રી બ્રાંચ શાળા નંબર બે કન્યા શાળા, મણીભાઈ ચોક સાવરકુંડલામાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પીએમ મોદીના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે એક વૃક્ષ મા કે નામ કાર્યક્રમ યોજાયો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર. ટી. લાધવા, આચાર્યા ભારતીબેન રાઠોડ,સાવરકુંડલા ફોરેસ્ટર એમ. એ. મકવાણા વંડા રાઉન્ડ ફોરેસ્ટર નાઝિરભાઈ કાયમી શ્રમયોગી કેશુભાઈ રોજમદાર તથા શાળા પરિવારે વૃક્ષારોપણ કાર્ય કર્યું હતું. શ્રી ગણેશ દુંદાળા દેવની સ્થાપના અને સાત દિવસે દેવનું વિસર્જન શાળામાં જ કરવામાં આવ્યુ હતું. ધોરણ ૧ થી ૪ ના બાળકોને જુની રમતો રમીને બાળકોને ખુશ કર્યા હતા.