સાવરકુંડલામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના યુવક મંડળ દ્વારા ૩૬મો ઇનામ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કન્યા ઉત્કર્ષ પુરસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બાલમંદિરથી કોલેજ સુધીના જ્ઞાતિના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજના બાળકોમાં રહેલી સાંસ્કૃતિક કળા-ક્ષમતા જેવી કે ગરબા, ડાન્સ, નાટક તથા વકૃત્વ શક્તિને ખીલવવા માટે ભવિષ્યમાં આગળ વધે તે માટે પ્રેરણા પણ આપવામાં આવી હતી.