સાવરકુંડલાના વોર્ડ નં.૩માં બે વિસ્તારોને જાડતો પુલ કયારે બનશે તેવો સવાલ બંને વિસ્તારના લોકોએ ઉઠાવ્યો છે. શહેરના વોર્ડ નં.૩માં પુલના અભાવે આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. પુલ પરની જગ્યાએ માટીકામ કરેલ હોવાથી અવરજવર કરવામાં લોકો ભારે ભય અનુભવી રહ્યાં છે. પાલિકાના સદસ્યએ પુલ બનાવવા માટે અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ પાલિકાના પેટનું પાણી હલતુ નથી. મતદાન સમયે મસમોટી વાતો કરનારા અન્ય સદસ્યો પુલ બનાવવા માટે આગળ આવે તેવુ લોકો ઈચ્છી રહ્યાં છે.