નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત, સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા નંબર-૧ ખાતે ‘બેગલેસ ડે’ નિમિત્તે એક ભવ્ય આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ૧૦ ‘બેગલેસ ડે’ એજ્યુકેશન કાર્યક્રમ હેઠળ આ મેળો યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ ૬ થી ૮ના ૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ભૂંગળા બટેટા, ચિપ્સ, વરિયાળી શરબત, પકોડા, સમોસા, લચ્છી, પાઉભાજી, દાબેલી, દહીપુરી, પાણીપુરી, ચણા જોરગરમ, ભેળ, લીંબુ શિકંજી અને ફાલુદા જેવી વિવિધ વાનગીઓ અને પીણાં તૈયાર કર્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે જીવન નિર્વાહ માટેના કૌશલ્યોનો વિકાસ કરવાનો હતો. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ આનંદમેળાને ભરપૂર માણ્યો હતો. શાળાના આચાર્ય અને સમગ્ર શિક્ષક મંડળે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.