સાવરકુંડલા શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી શાકમાર્કેટનું યોગ્ય સ્થળ નક્કી કરવામાં આવ્યું ન હોવાથી શાકમાર્કેટ ફૂટબોલના દડાની માફક ફંગોળાતી હોવાથી શાકભાજી લેવા આવનાર શહેરીજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે. શાકમાર્કેટ યોગ્ય જગ્યાએ બેસે તે માટે તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. આગામી સમયમાં ચૂંટણીઓ આવનાર હોવાથી શાકમાર્કેટ નવી બનાવવાના વચનો આગેવાનો દ્વારા આપવામાં આવશે તે શહેરીજનો સારી રીતે જાણે છે. જાકે લોકોના હિત ખાતર શાકમાર્કેટનું યોગ્ય સ્થળ નક્કી કરવામાં આવે તેવી જનતામાંથી માંગ ઉઠવા પામી છે.