શ્રી ગોવર્ધન નાથજી હવેલીના મેનેજીંગ ટ્રસ્ટી મયૂરભાઈ સાગર તથા શ્રી મહાપ્રભુજી બેઠકજીના વિજયકુમાર વસાણી, રાજુભાઈ શીંગાળા દ્વારા મહારાજા ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રીમહાપ્રભુજી તથા વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરીને વૈષ્ણવો, તથા શ્રી મહાપ્રભુજીના વંશજોની લાગણી દુભાવવા બદલ આવેદનપત્ર આપ્યું હતું. આ પિક્ચર કોઈપણ સંજોગોમાં રિલીઝ ન થાય, ભવિષ્યમાં કોઈપણ ધર્મની કોઈપણ પ્રકારની ખરાબ ટીપ્પણી ન કરે એવી લાગણી ને માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તકે શ્રી ગોવર્ધન નાથજી હવેલીના એ. ડી. રૂપારેલ, મે.ટ્રસ્ટી મયૂરભાઈ સાગર, પરેશભાઈ, જગુભાઈ, અષ્ટકાંતભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ, રશ્મિનભાઈ તથા ટ્રસ્ટી અને કારોબારી મંડળ, હિતેશભાઈ સરૈયા તથા શ્રી મહાપ્રભુજી બેઠકજીના વિજયકુમાર વસાણી સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.