સાવરકુંડલામાં રહેતા એક વેપારી પાસે ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રાજુભાઈ જસવંતરાય દોશી (ઉ.વ.૬૨)એ અશરફભાઈ ઉર્ફે ચીંગારી કુરેશી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો ટુ-વ્હીલનો શો રૂમ મહુવા રોડ પર આવેલો છે. આરોપી તેમની પાસે આવી રૂ.૧૦,૦૦,૦૦૦ ની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેમને તથા તેમના પત્નીને છેલ્લા બે વર્ષથી તેના સા.કુંડલાની રફતાર સાપ્તાહિક ન્યૂઝ ચેનલમાં તથા વોટસપ-ફેસબુકમાં ખરાબ ફોટો તથા લખાણ મૂકી બદનામ કર્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. એન. ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.