સાવરકુંડલામાં તસ્કરોએ વૃદ્ધાશ્રમ સહિત બે આશ્રમને નિશાન બનાવ્યા હતા. જેમાં કુલ ૧૪,૫૦૦ રોકડા રૂપિયા સહિત ૪૫,૫૦૦ રૂપિયાની ચોરી થઈ હતી. મનીષાબેન મકનજીભાઈ ઝડફીયા (ઉ.વ.૫૪)એ જાહેર કર્યા મુજબ, તેઓ મા-બાપનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલીયાઘરમાં સુતા હતા. તેમણે પર્સ ખુરશી પર મુક્યું હતું. જેમાં રૂ.૧૦,૦૦૦/- રોકડા તથા રૂ.૩૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ હતો. આ ઉપરાંત તેમના આશ્રમની સામે આવેલ રામાપીરના આશ્રમમાં શાંતા ભારતી ગુરૂ હરીહરાનંદ ભારતી રહે છે. આશ્રમમાંથી તેની જોળીમાંથી રૂ.૪૫૦૦ મળી કુલ રોકડા રૂ.૧૪,૫૦૦ તથા એક મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમ રાત્રીના સમયે તાર ફેન્સીંગની વાડ અંદર ઘૂસીને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસે ગણતરીની કલાકોમાં જ સંજય કાળુ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો છે.