વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાવરકુંડલા નગરપાલિકા અને માર્કેટિંગ યાર્ડ દ્વારા ‘વુમન ફોર ટ્રી’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન દ્વારા દેશવાસીઓને પર્યાવરણ જાળવણીમાં જોડ્‌યા છે. ગુજરાતે આ અભિયાન હેઠળ ૧૭.૪૮ કરોડ રોપા વાવીને દેશમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન દિપકભાઈ માલાણી સહિત અનેક મહાનુભાવો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો.