નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકીયા આટ્ર્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં આજે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સેબીના ટ્રેનર ભાવિનભાઈ ગોસાઈ અને સહાયક ટ્રેનર આકાશભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા. સેમિનારમાં વિવિધ સ્ત્રોતો જેવાં કે કેપિટલ માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, આઈપીઓ વગેરે પર ખૂબ જ
વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ, કોમર્સ વિભાગના પ્રો. ડો. કલ્પેશ રાડીયા અને કોમ્પ્યુટર વિભાગના પ્રો. જીગ્નેશભાઈ મહેતાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. સેમિનારના પ્રશ્નકાળ દરમિયાન વિદ્યાર્થીઓએ બચત અને રોકાણને લગતા અનેકવિધ સવાલો પૂછ્યા હતા, જેના ટ્રેનર દ્વારા સંતોષકારક રીતે જવાબો આપવામાં આવ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નાણાકીય આયોજનના મહત્વ અને તેની અમલવારીની સમજ પ્રદાન કરવાનો હતો.