સાવરકુંડલામાં વીજતંત્રની બેદરકારી સામે આવી છે. સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ દેવળા ગેઈટ ખાતે પી.જી.વી.સી.એલ.ના સબ સ્ટેશન અને ફ્યુઝની પેટીઓની ફરતે લોખંડની પ્રોટેક્શન ગ્રીલ નાખવામાં આવી છે.
પરંતુ જાળી ખુલ્લી હોવાથી જોખમી સાબિત થઇ શકે તેમ છે. આ ફેન્સીંગની અંદર આટલો બધો કચરો અને ઉકરડો પણ ભરાઈ ગયો છે. જેની નગરપાલિકા અને પી.જી.વી.સી.એલ. દ્વારા સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી.