ગ્રામીણ વિસ્તારોમાં ઉંદરો ઘણી વખત વીજ વાયરને કાપી નાંખતા હોય છે અને અજાણતાં અડી જવાતા શોક લાગવાની ઘટના બનતી હોય છે. સાવરકુંડલામાં રહેતા એક યુવકને અભેરાઈ પર મુકેલ કમંડળ લેવા જતાં શોક લાગ્યો હતો અને મોતને ભેટ્યો હતો.
આ બનાવ અંગે વિજયભાઈ ભુપતભાઈ પાટડીયા (ઉ.વ.૨૦)એ જાહેર કર્યા મુજબ, શૈલેષભાઈ ભુપતભાઈ પાટડીયા (ઉ.વ,૨૨)ના રહેણાંક મકાને ઉંદર દ્વારા વાયરમાં કાણું પાડવામાં આવ્યું હતું. જેનાથી તેઓ અજાણ હતા અને અભેરાઈ પર રાખેલું કમંડળ લેવા જતી વખતે અડી જતાં વીજ શોકથી મોત થયું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઈ યાસીનભાઈ કાજી વધુ તપાસ કરી રહ્યા છે.