સાવરકુંડલામાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા સદગુરૂ શ્રી કબીરસાહેબ સેવા ટ્રસ્ટ દ્વારા સુદર્શન નેત્રાલયના સહયોગથી વિનામૂલ્યે નેત્રનિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૧૦૧ દર્દીઓએ પોતાની આંખની તપાસ કરાવી હતી. જેમાંના ૩ર જેટલાં દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. આ તકે મહંત કરશનદાસબાપુ, લાયન્સ ક્લબ પ્રમુખ રમેશભાઇ કાથરોટીયા, સાહસ ઉપાધ્યાય, ભુપતભાઈ ભુવા, વિશાલભાઇ વ્યાસ, જીતેનભાઇ હેલૈયા, મેહુલભાઇ ત્રિવેદી, કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઇ ભીલ, તુલસીદાસ વગેરેએ સેવા આપી હતી.