સાવરકુંડલા ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. શાંતાબા મેડિકલ કોલેજ-અમરેલી, રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના સહયોગથી આગામી તા.૧ને બુધવારના રોજ સવારે ૮ઃ૦૦ કલાકથી ડો.પીપલીયાની હોસ્પિટલ, મહુવા રોડ, સાવરકુંડલામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પનો લાભ લેવા લાયન્સ ક્લબ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.