અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે “ટ્રાફિક
જાગૃતિ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન કેળવણી મંડળ સંચાલિત આ શાળા અને એ.કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક
પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં શિક્ષિકા તૃપ્તિબેન પાનસુરીયા અને તૃપ્તિબેન ભરાડે દ્વારા ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન, બંને સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ ત્રણ વિજેતાઓને સન્માનિત કરાયા, શાહ સર અને ગોહિલ સર દ્વારા રોડ સેફટી વિશે વિસ્તૃત માહિતી અપાઈ તો શાળાના પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયાએ ૧૮ વર્ષથી નાની ઉંમરે વાહન ન ચલાવવાની સલાહ આપી હતી. કાર્યક્રમના અંતે શાહ સરે સૌને રોડ સેફટીની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમનું સંચાલન
તૃપ્તિબેન ભરાડ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે શાળાના સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.