વિદ્યાર્થીઓમાં ગ્રાહક તરીકે જાગૃતિ આવે તે અંગે સાવરકુંડલામાં સેમિનાર યોજાયો હતો. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા શહેરની જે.વી. મોદી હાઇસ્કૂલના કોન્ફરન્સ હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. હાઇસ્કૂલના આચાર્ય ગૌરાંગભાઇ જાષીની ઉપસ્થતિમાં ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઇ હિરાણી, બિપીનભાઇ પાંધી, હર્ષદભાઇ જાશી તથા સાવરકુંડલા તાલુકા કાનૂની સત્તા મંડળના શિવરાજસિંહ ટાંક દ્વારા યોજાયેલ સેમિનારમાં વિદ્યાર્થીઓને ગ્રાહક જાગૃતિ અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.