સાવરકુંડલા શહેરમાં આવેલ સત્વ અટલધારા કાર્યાલય ખાતે તા. ૨૩-૨૪ નવેમ્બરના રોજ ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વિના આરોગ્ય વીમાનો લાભ આપવામાં આવે છે. આ કેમ્પમાં ૭૩૦ જેટલા આયુષ્યમાન વય વંદના કાર્ડ કાઢવાનું લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.