સાવરકુંડલામાં લગ્ન પ્રસંગમાં જમવા આવેલા યુવકનું મોટર સાયકલ ચોરાયું હતું. બનાવ અંગે નૌશાદભાઈ ઈસુફભાઈ પઠાણ (ઉ.વ.૩૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની મોટર સાયકલ લઈને કાકાની દિકરીના લગ્ન પ્રસંગમાં જમવા માટે ગયા હતા. સાવરકુંડલા મેમણ જમાત પાસે મૂકીને ગયા અને જમીને પરત આવીને જોયુ તો તેમનું મોટર સાયકલ જેની આશરે કિંમત રૂ.૨૦,૦૦૦ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એચ.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.