સાવરકુંડલામાં રિધ્ધિસિધ્ધિ મંદિરથી રજકાપીઠ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. માત્ર દોઢ કિ.મી. જેટલા રસ્તાનું નવીનીકરણ કરવા માટે તંત્ર હજુ સુધી કોઈ કામગીરી કરતું ન હોવાથી વિકાસની વાતો માત્ર ભાષણોમાં થતી હોવાનો શહેરીજનોએ ગણગણાટ શરૂ કર્યો છે. બિસ્માર રસ્તો હોય તેમાં આ રસ્તા પર શાકભાજીવાળાઓ પાથરણા પાથરી બેસતા હોવાથી રસ્તો સાંકડો બની ગયો છે જેથી રાહદારીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ માર્ગ પીડાદાયક હોવાથી વિકાસની માત્ર વાતો નહી કામગીરી કરવામાં આવે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠવા પામી છે.