૩૧ ડિસેમ્બરે દારૂ-બીયરની રેલમછેલ થાય તે પહેલા જ સાવરકુંડલામાંથી પોલીસે રહેણાંક મકાનમાં કારમાં સંતાડેલો દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. અલ્પેશભાઇ બાવચંદભાઇ ઉનાવા, ભરતભાઇ ભનુભાઇ વેકરીયા, ગોપાલભાઇ મનીષભાઇ રાઠોડ તથા ધર્મેશભાઇ સુરેશભાઇ સાથળાએ દારૂનો જથ્થો લાવી રહેણાંક મકાને રાખ્યો હતો. તેમજ અલ્પેશભાઈ ઉનાવાની કારમાં સંતાડ્યો હતો. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૪૪ બોટલ, બીયરના ૪૦ ટીન, કાર મળી કુલ ૭,૧૩,૦૦૩ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.એમ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે. ૧૨ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ, ૨૨ શખ્સો વિના પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ ૧૦થી વધારે લોકો નશીલું પીણું પીને વાહન ચલાવતા પકડાયા હતા.