સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લોહાણા મહાજન પ્રેરિત વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત નવલાં રઘુકુળ નવરાત્રી મહોત્સવમાં પ.પૂ. ઉષામૈયા (શિવદરબાર આશ્રમ કાનાતળાવ) પધારતાં રઘુવંશી ભાવિકો ભાવવિભોર થયા હતા. સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ સંગીત સૂરોના તાલ સાથે જ્ઞાતિ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં રઘુવંશી ખેલૈયાઓ અહીં મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નવરાત્રી મહોત્સવ અંતર્ગત નિયમો આધીન ગરબા રમનાર ખેલૈયાઓના પરફોર્મન્સને લક્ષમાં રાખીને ફાઈનલ સ્પર્ધામાં નંબર પણ આપવામાં આવશે.