ગુરુવારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મોટી સંખ્યામાં યુવાનોએ મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈ ઝ્રમ્ઇ્‌ (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) પદ્ધતિ સામે આવેદનપત્ર આપ્યું હતું. યુવા અધિકાર ન્યાય ચળવળના નેતૃત્વ હેઠળ આ આવેદનપત્રમાં ઝ્રમ્ઇ્‌ પદ્ધતિની અનેક ખામીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સરકારી ભરતીઓ ઝ્રમ્ઇ્‌ પદ્ધતિથી લેવાઈ રહી છે. આ પદ્ધતિને શરૂઆતમાં વિશ્વસનીય અને પારદર્શક ગણાવવામાં આવી હતી, પરંતુ છેલ્લે લેવાયેલી પરીક્ષાઓમાં અનેક છબરડાઓ સામે આવ્યા છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે ્‌ઝ્રજી જેવી ખાનગી એજન્સીઓને સોંપવામાં આવતા કામમાં ગુજરાતી ભાષાનો પૂરતો અનુભવ ન હોવાને કારણે ભાષાંતરમાં ગંભીર ભૂલો થાય છે. વળી, ગૂગલ ટ્રાન્સલેશન જેવા સાધનોનો ઉપયોગ યોગ્ય ભાવાનુવાદને બદલે અર્થનો અનર્થ કરે છે. નોર્મલાઇઝેશન પદ્ધતિને પણ નુકસાનકારક ગણાવી હતી.