સાવરકુંડલા શહેરમાં રહેતી એક યુવતી ઘરેથી નોકરીએ જવાનું કહીને ચાલી નીકળી હતી. પછી જયારે પરિવારને સમયસર જાણ ન થતા, શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં સાવરકુંડલા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે ધીરૂભાઈ મકનદાસ ચુડાસમાએ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી જાનવીબેન બે દિવસ પહેલા ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા બાદ ક્યાંક જતી રહી હતી અને આજદિન સુધી પરત ફરી નથી. પરિવારના સભ્યોની ભારે આશંકાના પગલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.