સાવરકુંડલામાં રહેતા મનોજભાઈ ખુશાલભાઈ વાળા (ઉ.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ, તેમના નાના ભાઈ રાજુભાઈ ખુશાલભાઈ વાળા (ઉ.વ.૪૦)ના લગ્ન થયા ન હોવાથી એકલવાયું જીવન જીવતા હતા. જેનાથી કંટાળીને ઘરે સીલીંગ ફેન સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતા જેના કારણે તેનું મોત થયું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.
સાવરકુંડલામાં રહેતી નીલોફરબેન ઇમરાનભાઈ સેરૂકા (ઉ.વ.૩૨)નું આંચકીની બીમારીના કારણે મોત થયું હોવાનું ઈમરાનભાઈ દીલાવરભાઈ સેરૂકાએ જાહેર કર્યું હતું.