સાવરકુંડલા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અને સ્વામી નિર્દોષાનંદજીના શિષ્ય તુષારભાઈ માલાણી તથા તેમના પત્ની રસીલાબેન એક માસની પવિત્ર યાત્રા પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા. આ પ્રસંગે તેમના નિવાસસ્થાને દીકરીઓ સોનલબેન, પારુલબેન, દયાબેન અને નીલમબેન દ્વારા ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ અબીલ-ગુલાલ અને પુષ્પોથી દંપતીને વધાવ્યા હતા.








































