સાવરકુંડલામાં મોહરમના તહેવાર બાબતે થયેલી બોલાચાલીમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. કૌશરબેન રીઝવાનભાઈ ચાંદે (ઉ.વ. ૩૨) નવાઝભાઈ યુનુસભાઈ સૈયદ, નુસરતબેન ઇમ્તિયાઝભાઈ સૈયદ તથા નૌશાદભાઈ યુનુસભાઈ સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના પતિ સાથે નૌશાદભાઈને મોહરમના તહેવાર બાબતે સામસામે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી, શરીરે આડેધડ ઢીકાપાટુનો મૂઢ માર મારી ઈજા કરી હતી તેમજ ત્યાંથી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે નુસરતબેન ઇમ્તિયાઝભાઈ સૈયદે (ઉ.વ.૨૮) રીઝવાનભાઈ ચાંદ તથા કૌશરબેન રીઝવાનભાઈ ચાંદ સામે ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે, તેના ભાઈ નવાઝભાઈને રીઝવાનભાઈ ચાંદે મોહરમના તહેવાર બાબતે સંભળાવ્યું હતું. જે બાબતનું મનદુઃખ રાખી તેને તથા તેના ભાઈને બંને આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે આડેધડ ઢીકાપાટુથી મૂઢ માર માર્યો હતો. બંને આરોપીઓ ત્યાંથી જતા જતા તેને તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































