સાવરકુંડલા શહેરની સેવાકીય સંસ્થા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા તેમની સેવાયાત્રાનું ૬૨૪મું ચક્ષુદાન ગતરોજ સ્વીકારવામાં આવ્યું. મૂળ જાબાળ ગામના લાલજીભાઈ બરવાળીયા પોતાના પુત્ર સાથે ખોરાળીના કેડે ખેતીકામ માટે એક્કો બળદગાડું લઈને ગયેલા, પરત ફરતા સમયે વોંકળામાં પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ જતા દુઃખદ અવસાન પામ્યા હતા.
પરિવાર દ્વારા ચક્ષુદાન માટે સંકલ્પ લેવાતા મેહુલભાઈ વ્યાસ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચક્ષુદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.