સાવરકુંડલા ખાતે આવેલ રાજગોર ર્બોડિંગ ખાતે સ્વ. નાનાલાલ ગૌરીશંકરભાઈ મહેતાની પુણ્યસ્મૃતિમાં નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. નાનાલાલભાઈના પરિવારના ભત્રીજા બળવંતભાઈ મહેતા દ્રારા આ પ્રસંગે ઉપસ્થિત તમામ સગા- સંબંધીઓને પક્ષીઓના રહેવા માટે ચકલીના માળા ભેટ આપવામાં આવ્યા હતા.










































