અમરેલી જિલ્લામાં સતત ગુના આચરવાની ટેવ ધરાવતા એક અસામાજિક તત્વ સામે પોલીસે
પાસા હેઠળ કાર્યવાહી કરી છે. અમરેલી એલસીબી દ્વારા સાવરકુંડલાના આરોપી સંજય કાળુભાઈ પરમાર (ઉ.૧૮)ની અટકાયત કરીને તેને મહેસાણા જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આરોપી સંજય પરમાર મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલો હતો.તેના વિરુદ્ધ સાવરકુંડલા વિસ્તારમાં પાંચ જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. તેની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.









































